નિરાંત સ્વામીનો વિશ્વાસ અંગ.
...................................
શ્વાસ ઉશ્વાસે સમરણ કરીલે.
તુંહી તુહી કર તનમાં રે....
સાન ગુરૂ કી એહી સત્યારથ,
દેખો દલ દરપનમાં રે. ટેક...
સયરાચરમા સોહી બીરાજે,
આપ આપ આપનમે રે...
બહાર ભિતર એક નિરંતર ,
બાજે નાદ ગગનમાં રે.ટેક...
સોવત જાગત સુરત સહેજકી,
ભિતર રહો ભજનમે રે...
લેહ લાગી તાર ન તૂટે,
ઉઠત બેઠત આસનમાં રે.ટેક...
પુરણ પરચા ભયા બ્રહ્મ કા,
નામ લીયા નિર્ગુણમાં રે...
દાસ નિરાંત દયા સદગુરૂ કી,
મગન ભયા હૈ મનમાં રે.ટેક...