રાત્રી કાળમીંઢ ,ગજબ જ્યાં પડી છે,
વિરહી પળ ઝાકળ સમ ત્યાં રડી છે;
ખુશહાલી ખુશ્બુમાં જ ખરેખર જ્યાં,
કુરબાન ફૂલોની ત્યાં હકીકત મળી છે;
ઉકળે છે ભીતર, વડવાનલ જેમ કંઈ,
મીઠી વાદળી વરસતી પ્રેમે ભળી છે;
સીંચે રસ ધરણી ,શેરડી માંહી મીઠો,
આટા સંગે ભળતા, મીઠાઈ ગળી છે;
આનંદ સ્વરૂપે ઝરણું , વહેતું નિરંતર,
શાહી સમજણ, અંતરતમ જડી છે;
-મોહનભાઈ આનંદ