જ્યાં શ્વાસ છે ત્યાં,જોને આશ અટકે છે,
કણાની જેમ જરા , કોઈ સદાય ખટકે છે.
હજાર ઈચ્છાને,સંતોષવી તો અઘરી છે,
એ ડંસ નાગિનના , જો સદાય ચટકે છે.
સદાય આંખોએ,ચાહી છે દુનિયા દારી જો,
અતૃપ્ત જીવ દુઃખે, ત્યાં સદાય ભટકે છે.
રચે છે વ્યૂહ ત્યાં મન, ઘેલછા મહીં કેવો,
લપેટતો જ રહે , કીડો, સદાય લટકે છે.
મળી જશે જ અનુભૂતિ ,તમને આનંદ તણી.
વિરાગે જુઓ અનુરાગી સદાય મટકે છે.
-મોહનભાઈ આનંદ