Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એ મારાં ગુરૂજી ની બલિહારી રે મેં તો સત્ નામ પર વારી મેં તો સત્ નામ પર વારી*

*વચન ભેદ મારા ગુરૂજી એ બતાવ્યો તત્વ જોયું વિચારી ગુરૂ વચન રટો ઘટ ભિતર એ ભેદ જડ્યો મને ભારી રે*

*મેં તો સત્ નામ પર વારી...*

*નેડો લાગ્યો મને નામ તણો મારી ભેદ ભ્રમણા ભાંગી ભજા દેવ સદગુરુ સાહેબ તનડામાં લાગી તાલી રે*

*મેં તો સત્ નામ પર વારી...*

*રામ વિના કોઈ ઠામ નથી એવી દિલ ને વાત દર્શાણી ગુરૂજી ના વચને ગમ આવી ત્યારે સૂરતા નામે ઠેરાણી રે*

*મેં તો સત્ નામ પર વારી...*

*સોહમ્ શબદની માળા આપી નિરભે નામ નિશાની #દાસીજીવણ સત્ ભીમના ચરણા ઉર આનંદ લહેરાણી રે*

*એ મારાં ગુરૂજી ની બલિહારી રે મેં સત્ નામ પર વારી મેં તો સત્ નામ પર વારી*

Gujarati Religious by બાબા સત્સંગી : 111677961
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now