તમે નિરખી લ્યો નિજ સ્વરૂપ મઢીમે અવિનાશી અબધુત... ટેક
ખલક ખલકો તન છે તુબંડી માઈ બિરાજે મુની અગમ અગોચર આશન રખકે જગ્યા પકડી સુની ... ટેક
રંકા વંકા નેં કેવળ કુબા મસ્ત મીરાંબાઈ
દત કબીર ને ભરત ભરથરી એહી મુરત ઓળખાઈ... ટેક
ગુરૂ ગમ સે ગોતી લેજો અજબ લગાવો ધુની
બોલે તેને ઓળખી લેજો એહી મુરત હે જુની... ટેક
એહી મુરત ને જરા મરણ નહીં રૂપ નહીં છાંયા
મઢીએ મઢીએ આશન ઉનકા વિરલે દર્શન પાયા... ટેક
મેં જાચક સતગુરૂ ચરણ કા દાસ સવે ગુણ ગાઇ
સ્વામી ફુલગરજી સુઘડ સંત ભેટતાં એહી મુરત ઓળખાઈ...ટેક