હાથ ફેલાવીને ઉભો છું આસમાન,અરજ બસ એટલી કે મને તારામાં સમાવી દે, શુન્ય હતો ને બસ શુન્ય બનાવી દે નથી કાંઈ થાવું મને , ન ફાવે હવે આ ધરા પર લગીર વાર મને ,ગગનમાં કયાક તારો કરી ટંકાવી દે,
બની શોભાનો ગાંઠીયો આ મન મેલા નાના દીલોમાં રહી આત્મા મારો અકળાય, ખુલ્લા ગગને વીહાર કરવું મારે, હવે નથી લગારે જીવવું મારે ,વીશાળ આશમાનની ચાદરમાં ચીતરાવું ગમશે મને, તારી આસમાની ચાદરમાં ચીતરાઈ ને રહેવું ગમશે મને. બીક લાગે અજવાળાથી મને હવે રાત્રેજ નીકળવું છે બહાર મારે,
અરજ તને એટલી મને અંધકાર માં શુન્ય કરી આસમાનમાં ટંકારી દે.
-Hemantchhaya..... હું અને મારો પડછાયો