તું જ મારી જિંદગીની હકીકત છે હવે...
ઇશ્ક થયા પછી સપનાની શી જરૂર મને..!?
હું ખોવાયો જ્યારથી ખ્યાલોમાં તારા...
બીજા ખ્યાલોની જરૂર શી મને..!?
સમજી જાય જો મૌન ને તું મારા..
વાંચાના ઘોંઘાટની જરૂર શી મને.!?
જો રોજ ઝાંકળ બની ચાહે તું મને..
સમંદરના ગહેરાં જળની જરૂર શી મને..!?
પ્રેમની કિરણોથી સજાવી જિંદગીને તે...
અંધારી અમાસની બીક શી મને..!?
ભળે અસ્તિત્વમાં શૂન્ય બની ને મારા..
આ વ્યક્તિત્વને ખોવાની ચિંતા શી મને.!?
દર્શના હિતેશ જરીવાળા રાધે રાધે