ભેગું કરનારનાય નનામીમાં હાથ ખાલી રહી ગ્યા;
મંદિર-મસ્જિદમાં પણ હરકોઇ સવાલી રહી ગ્યા;
જિંદગીની ભાગ દોડમાં મળ્યા ઘણા દોસ્ત અમને,
કોઈએ આપ્યો સાથ તો કોઈ હાથતાળી દઈ ગ્યા;
મેં તો રાખ્યો હતો સબંધ સો ટચ ના સોના જેવો,
છતાંય સ્વજનો જ હાથમાં નોટ જાલી દઈ ગ્યા;
લિધી'તી મુલાકાત દુખડાં ભૂલાવવા મેં મયખાનાની,
જામ છલકાવી સાકીએ જામ સાવ ઠાલી દઈ ગ્યા;
અમને નિકળતાં શું જોયા મયખાના માંથી એમણે,
નજર ફેરવીને જાતાં એય અમને મવાલી કહી ગ્યા;
કોને કહું ને કોને લખું? મારા તૂટેલા દિલના હાલાત,
નિકળ્યો એ કાગળ પણ કોરો જે ટપાલી દઈ ગ્યા;
વિચારૂં છું આપી દઉં જાન મહોબ્બત માં "વિએમ"
એણે શું સાંભળ્યું તો એ તલવાર બેધારી દઈ ગ્યા;
... ✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)