એક ઘા શબ્દ તણોને , ટૂકડો કીધો
દ્વેષમાં ભૂલ્યો દ્રષ્ટિને ,ખચકો કીધો
હેત પછી ઉભરાતા, હરખે હરખે,
ભાવ હ્દયમાં ભરતાં, થડકો કીધો.
જીભ તણો સંયમ રાખ્યો જ ક્યાં છે,?
સ્વાદે જ ચટકદારી, ચટકો કીધો.
કુરબાની આપો,એ રિવાજ મહીં ત્યાં,
કાળજુ કાપી નાજૂક ,કટકો કીધો.
વિસરી છે સ્મૃતિ જ્યાં અસ્તિત્વની,
આનંદ ખુદ્દારી માં, ફટકો કીધો.
-મોહનભાઈ આનંદ