●સાંભળ્યું
જો તને સંભળાય દિલ.., તો પ્રેમ લખું છું..,
તું થોડામાં સમજી જાય તો 'હેમખેમ' લખું છું..|
જાજી આ વ્હાલપ ની વાદળી વરસી ગઈ
કેમ આ આંસુને મેં વરસાદ કહ્યું 'એમ' લખું છું..|
પવને મીટ માંડી છે દૂર આકાશે છલકાઈ ને
કે આ તારો જોતજોતામાં તૂટ્યો 'કેમ' લખું છું..|
આમ તો આ લાગણીઓ મારી આસપાસમાં રહે છે
બે ઘડી જીવ ને થયેલા એ પ્રેમ નો 'વ્હેમ' લખું છું..|
ને હવે મુરજાઈને મસ્ત રહું છું કાગળિયાના ડુચ્ચામાં
કોઈ આવીને કહે છે "કાફિયા" કે હું 'જેમતેમ' લખું છું..|
#TheUntoldકાફિયા
instagram @kafiiya_