જોઈએ...
બંધ ઓરડે શીદ ને રહુ
ઉઘાડી એક બારી જોઈએ
ભીતર માં ભલે વમળાય
યાદ એક તમારી જોઈએ...
ભરપૂર ચાહું દિલ થી તમને
ચાહ એક તમારી જોઈએ
છો રહ્યું ખાલી સરોવર પ્રેમ નું
વહેતી લાગણી તમારી જોઈએ...
દિલ નાં અફાટ દરિયા માં
ઝુલતી નાવડી તમારી જોઈએ
થાશે ભરતી આ હૈયા માં
પૂર્ણ ચાંદની તમારી જોઈએ...
વિંધાવું છે આ દિલ ને હવે
તીક્ષ્ણ નજર તમારી જોઈએ
પી લઉં પ્રેમ ખોબો ભરી ને
હાથ માં ગાગર તમારી જોઈએ...
યુગો થી તરસ્યા આ અધરો ને
પીયાલી બસ તમારી જોઈએ
આ દિલ ઝંખે મિલન તમારું
રાત એક અંધારી જોઈએ...
ભલે ગૂંથી પ્રેમ નાં તાંતણે
રૂમાલ ને એ કિનારી જોઈએ
વહાવી દઉં લાગણી આંખો થી
હુંફાળી છાતી તમારી જોઈએ...
ચૂમી લઉં પ્રેમ થી તમને
એક આશ તમારી જોઈએ
"કલ્પના" વહી ગઈ "બકુલ" માં
તરસ પ્રેમ ની તમારી જોઈએ...
-બકુલ ની કલમે...✍️
ગઝલ
09-03-2021
05.30