એક અસ્તિત્વ ની ચાહ માં તું,
છે ખરેખર સત્યના રાહ માં તું;
લાગણીમાં હોય છે મારું જ્યારે,
છેતરાયા ત્યાં જ છે આહમાં તું.
શ્વાસને વિશ્વાસ , તૃષ્ણા ઉછેરી,
વૃત્તિ વિખરાતા જ,છે દાહમાં તું.
શબ્દ ક્યાંયે જો પોકળ નથી હો,
સમજદારી કેળવી, વાહ માં તું.
નૂર નજરે છલકતો જામ રુહ નો,
એક ઈબાદત ભરી નિગાહ માં તું.
-મોહનભાઈ આનંદ