ફુલમાં સુગંધ હોવા છતાં કયાં કોઈને દેખાય છે. એ મુજબ મહેદીના પાનમાં લલાશ. તલમાં તેલ. દુધમાં ધી. માખણ. ને પ્રકાશ છુપાયા છે. શેરડીમાં રસ. ગોળ ખાંડ પતાસા છુપાયા છે. અરીસામાં તમારૂ પ્રતિબિંબ. માટીમાં ઘડો છુપાયો હોવા છતાં દેખાતો નથી. તો શુ તલમાં તેલ નથી. છે જ. પરંતુ જોવા માટે પ્રોસેસ કરવું અગત્યનું છે. આવી રીતે *શરીરમાં આત્મા છુપાયેલ છે. પરંતુ તે દેખાશે નહી. તો પણ તેની હાજરી અનુભવાય છે.* બસ આમજ સતગુરૂ પરમાત્માની અનુભૂતિ કરાવી આપે છે. અથવા આત્માની ઓળખ કરાવી આપે છે. તેમને પામવા નામ વચનનુ માધ્યમ આપે છે. જેનાથી મન શુદ્ધ શાંત અને સ્થિર થઈ પોતાનાં નિજ રૂપમાં સદૈવ લિન્ન રહે છે. સનાતન ધર્મની આ અસલી ભક્તિ છે.
🙏🙏🌹👏👏
જય સીતારામ
જય અલખધણી
જય ગુરૂ મહારાજ