મુને ભેટીયા સતગુરૂ ભાણા દિયા મોર છાપ પરવાના...ટેક
અમર પટા લીખ દિયા અગમરા ગગન ઘરમે જાના,
જલકત જ્યોતિ નુર અપારા ઠીક તીયા ઠેરાણા...મુને ભેટીયા...1
કરૂણા મહેર કબીર કિરતારા ભાણ બ્રહ્મ કી શાના,
દયા મહેર જબ કરૂણા કીધી મીટી ચારે ખાણાં...મુને ભેટીયા...2
સન્મુખ હૈ સત સાહેબ મેરા બંદી છોડ બ્રદ બાના, મહેરબાન મોટા મહારાજા સમ્રથ ધણી સુજામા...મુને ભેટીયા...3
દર્શન દેખી મન ભયા મગના સેજે શુન્ય ઘર સમાણા
નૈનો આગે નુર નિરખ્યા નહી મોટા નહીં નાના...મુને ભેટીયા...4
રૂપ અરૂપ ગમ નાહી નેડા પુરબ ઘર પીછાણા,
કહે ખીમદાસ ભાણને ચરણે રણુકાર ઠેરાણામાં...મુને ભેટીયા...5