આમ સ્મરણોમાં સમી સાંજનું ઢળી જાવું,
આ મારા સ્થિર ચરણનું ય લડખડી જાવું.
ક્યાં સરળ હોય છે ખોવાય જવું એમ સહજ,
ક્યાં સહજ ગમતી ક્ષણોનું સહજ મળી જાવું.
ભલે ને સાવ વિખેરાઈ જવાનું હો પછી,
ક્યાં મને સાવ અણી શુધ્ધ ખળભળી જાવું.
કંઈક થીજી ગયું છે મારા કંઠની વચ્ચે,
હું સતત શોધતો રહ્યો છું ઓગળી જાવું.
સ્તબ્ધ ઊભો છું મીટ માંડી મારા દરવાજે,
ને બંધ દ્વારમાં કશુંક સળવળી જાવું.