ખાડો ખોદે તે પડે :
આજકાલ બીજાને પાડવા લોકો આયોજન કરતા હોય છે, ખાડા ખોદે કે એમાં બીજા પડે. બીજા પડે તો આનંદ આવે. કોઈને દુઃખી થતા જોઈ, હેરાન થતા જોઈએ અમુક લોકોને મજા આવે, આવા લોકોને અંગ્રેજીમાં સેડિસ્ટ કહે અને ગુજરાતીમાં પરપીડનવૃત્તિ કહે છે. ઘણીવાર એવું બને કે કોઈને હેરાન કરવા કાવતરું કર્યું હોય તો પોતેજ એના ભોગ બને છે. કર્મનું ફળ મળી જાય છે, આ કહેવતમાં કર્મના સિદ્ધાંતનો ઉપયોગ થયો છે. "as you sow, so you shall reap" જેવા કર્મ કરો એવું ભોગવો.