છે રંગનું જીવન, બધું તરંગ છે;
પાણીને પ્રકાશ , માટી માં રંગ છે;
કલ્પના માં જીવંત બધા તરંગ છે
વાસ્તવિક જીવન તો, પચરંગ છે;
વિચારની વિમળતા , પ્રેમ અંગ છે;
ચિત્તમાં ચિંતન ચાલતુ બહિરંગ છે;
સૂરજ પ્રકાશમાં, દેખાય છે ગજબ
મેઘધનુષ કુદરતી, કેવુ સપ્તરંગ છે.
રંગ રાગમાં જીવન, રંગરેલિયા માં,
આનંદ વગર તો , જીવન બેરંગ છે.
-મોહનભાઈ આનંદ