સવારામ સાહેબ ની વાણી
✍🙏🙏🙏🙏✍
એ જી શબ્દ રૂપે છુપાણો ખાવીદ ધણી જુના બીરદ ને જાણો,
શું શબ્દ રૂપે છુપાણો,ટેક
પશ્ર્ચિમ ધરામાં પણ લેવાશે સાચવજે આ ટાણો અટક વેળાયે વહેલાં આવજો વિશ્ર્વ બધો વહેમાણો રે,એવો શબ્દ રૂપે,
નર નકળંગી નેજા ઝાટકો પુત્ર તમારો પુરાણો અસુર અણઘટતી કરવા બેઠા પણ પ્રભુ આપ અંતરની જાણો,એવો શબ્દ રૂપે,
એ જી નીરદોશી નીસદીન પોકારે તું હજી કેમ રોકાણો,
છત્રપતિ જો સજા કરશે તો ગુનેગાર કેવાણો, એવા શબ્દ રૂપે,
એવી હદવળી ગઇ છે હઠ કરશો નહીં આ મોતનો મોડ બંધાણો,
ખોટના ધણી ખેર ગુજારે રાંક ઘણો રીબાણો, એવા શબ્દ રૂપે,
એ જી વિશ્ર્વાસી વણ મોતે મરશે જેમ સર્પ કરડે દબાણો,
સદગુરૂ ચરણે દાસ સવો કહે મારે નામથી નાતો બંધાણો, એવા શબ્દ રૂપે શું છુપાણો,
👏સંતોના ચરણોમાં વંદન👏