Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારક ભાઈ અને "દુનિયાને ઉંધા ચશ્મા"

આપણા નાગર બંધુઓનો ધનોપાર્જનનો વ્યવસાય “ કલમ, કડછી અને બરછી”કલમ અને કડછી શબ્દ તો જાણીતા છે; પણ ‘બરછી’ શબ્દ માટે નવી ‘વોટ્સ એપ્સ’ પેઢીને શબ્દકોષનાં પાના ઉથલાવવા પડે બરછી, એટલે એક જાતનું નાનું શસ્ત્ર,છરા-શીખોના કિરપાણ જેવું, જે યુધ્ધમાં કામ આવે. જ્યોતિન્દ્ર ભાઇ અને ઘનસુખલાલે કલમને અપનાવી, તો જ્યોતિન્દ્ર ભાઇ તનસુખ ના પામ્યા, અને ધનસુખલાલ ધનથી વંચિત રહ્ય. આ ઉપરથી દાખલો લઇ તારક ભાઇએ કલમ, કડછી અને બરછીનો યથોચિત ઉપયોગ કર્યો.એચ.એલ. કોલેજમાંથી ‘રસ્ટીકેટ’ થવાથી તેમણે મુબાઇની વાટ પકડી. મુંબાઇ એટલે (અં.મેલ્ટીંગ પોટ) ઉકળતો ચરુ. “બાવો બેઠો જંપે, ‘ને જે આવે તે ખપે” મુંબાઇ ગયેલો કોઇ મુંબાઇથી પાછો ના ફરે. કૈંકને કૈંઇક કામધંધો શોધી કાઢે. મુંબાઈની 'પન્નાલાલ ટેરેસ' માં મુકામ જમાવ્યો. તારક ભાઇને પણ ‘ચિત્રલેખા’ના શ્રી વજુ કોટકનો સાથ મળ્યો; દોડવું હતું ‘ને ઢાળ મળ્યો. જેઠાલાલ, ચંપકલાલ, ડૉ. હંસરાજ ભાઈ ટ્પુડો વગેરે પાત્રો તો તેમની વાટ જોઇ ઉભા હતા.”દુનિયાને ઉંધા ચશ્મા”નું સર્જન થયું.પછી તો તેમની કોલમને ‘ફ્રંટિયર મેલ’ની ગતિ મળી. હજુ આજે પણ તેમની કલમ ‘ચિત્રલેખા”થી છલાંગ લગાવી ટી.વી.ના પર્દે ધુમ મચાવે છે. ગુજરાતી સાહિત્યમાં આટલી અજોડ કાર્યસિધ્ધિ બહુ જુજ લેખકોએ મેળવી છે.

Gujarati Motivational by Umakant : 111665182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now