# Pulwama attack # 14th Feb.
#India strikes back, but not on the back, on the front
શું તમે જાણો છો ભારતના સૈનિકોને "જવાન" કેમ કહેવાય છે ???
કારણ, તેઓ જ્યાં સુધી આપણી સરહદ પર ઊભા છે, ત્યાં સુધી આપણો દેશ પણ જવાન છે.
એક જવાન, જવાનીમાં જ શહીદ થાય છે, એના અરમાનો ને મારી ને, જેથી આપણા અરમાનો ને આંચ ન આવે.
એવા દરેક જવાનોના પરિવારને કોટી કોટી વંદન, કે જેમના વીરો સરહદે ગોળી ખાય છે, જેથી આપણા ઘરોમાં રંગોળી થાય છે.
એટલું સામર્થ્ય સાહિત્યમાં કેમ લાવવું, જે એક સૈનિકની શૌર્ય ગાથા લખે ...
પુલવામાં હુમલાના શહીદ વીર જવાનોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ ...
- પાર્થેશ નાણાવટી