જીવન ઉસુલની છે હદ , સાચી વાત છે,
હસ્તિ જો મીટાવી બેહદ ,સાચી વાત છે,
કેવી વફાદારી તો કરી , દિલ થી અમે,
ક્યાં છોડે છે કોઈ મદ, સાચી વાત છે,
સ્પર્શી ને થોડી હ્દય , સંવેદનાઓ,
પ્રેમે પુનમ હોય સુદ ,સાચી વાત છે,
મતલબ વગર ત્યાં, ઉઠે જો કદમો કેવાં,
મ્હેફિલને કરી જોને રદ ,સાચી વાત છે.
આનંદ બેહદ માં, હોઈ છે સંભવિત,
આત્મા અમર સ્થિર પદ, સાચી વાત છે,
-મોહનભાઈ આનંદ