Gujarati Quote in Poem by Vaishali Rathod

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે તારી ચાહત બનવું હતું,
પણ, હું તો તારી મિત્ર એ ના બની શકી.

મારે તારા જીવનની હમસફર બનવું હતું,
પણ, હું તો તારા જીવનનો માર્ગ એ ના બની શકી.

મારે તારી ખુશીનું કારણ બનવું હતું,
પણ, હું તો તારા અસ્તિત્વનું કારણ એ ના બની શકી.

મારે તારા જીવનની મહત્વની વ્યક્તિ બનવું હતું,
પણ, હું તો તારા જીવનની સામાન્ય વ્યક્તિ એ ના બની શકી.

મારે તારા ઘરની ગૃહલક્ષ્મી બનવું હતું,
પણ, હું તો તારા દિલની રાણી એ ના બની શકી.

મારે તારા પ્રેમના રંગમાં રંગાવું હતું,
પણ, હું તો તારા પ્રેમનો રંગ એ ના બની શકી.

મારે તારી તાકાત બનવું હતું,
પણ હું તો તારી નબળાઈ એ ના બની શકી.

મારે તારા જીવનની શરૂઆત બનવું હતું,
પણ, હું તો તારી વાર્તાનો અંત એ ના બની શકી.

મારે મારા કાન્હા ની રાધા બનવું હતું,
પણ, હું તો મારા કાન્હા નું સંગીત એ ના બની શકી.
-Vaishali Rathod

Gujarati Poem by Vaishali Rathod : 111659928
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now