◆ તક તો આપો……
 તાળવામાં ચોંટેલા વ્યંજનોને શબ્દોમાં કંડારવાની રીત તો આપો; 
આ સંતાડીને રાખેલા સ્વરોના વાદળોને, આછા આછા વરસવાની                 તક તો આપો.
 મન ક્યાં સુધી મનાવ્યા કરીશું, લોકોના રાજીપામાં;
 પોતાની જાતને વિચારવાની,શણગાર વાની તક તો આપો.
 હકીકત છે બદલાવવાની નથી, જીવનમરણની વચ્ચે;
 આ મધ્યમાં ઉભા અવકાશને ખીલવવાની તક તો આપો.
 હું તારી જોડે ક્યાં સુધી ચાલીશ? જીવું છું ત્યાં સુધી;
 મૃત્યુ પછી પણ દોડી શકું, તે માટે કસરત કરવાની તક તો આપો.
 આ સંધ્યાની કેસરી આભામાં મનહર જીવવા દો;
 રાતના અંધકારમાં આ કાળાશ જોડે ભટકાવવાની તક તો આપો.
                                    °★ગોહિલ હેતલચૌહાણ