*દેવાયત પંડિતના આગમ*
🍁🍁🍁🍁🍁🍁🍁
એવા દેવાયત પંડિત દાડા દાખવે
સુણી લો ને દેવલ દે સતીનાર
આપણા ગુરુએ આગમ ભાખીઆ જૂથડા નહિ રે લગાર
એવા લખ્યા રે ભાખયારે સોઈ દન આવશે
એવા પેલા પેલા પવન ફરકશે,નદીએ નહિ હોય નીર
ઉત્તરરે દિશાથી સાહ્યબો આવશે,મુખ્યએ હનમોવીર
દેવાયત...
ધરતી માથે હેમર હાલશે,સુના કાંઈ નગર મોજાર
લક્ષ્મી લૂંટાશે લોકો તણી,તેની નહિ રાવ કે ફરિયાદ
દેવાયત...
પોરોરે આવ્યો રે સંતો પાપનો,ધરતી માંગે છે કાંઇ ભોગ
કેટલાક ખડગે સંહારશે,કેટલાક મરી જાશે રોગ
દેવાયત...
ખોટા રે પુસ્તકને ખોટા પાનિયા,ખોટા કાંઈ કાજીના કુરાન
અસલરે જાદી ચુડલો પેરશે,આ છે અગમના એંધાણ
દેવાયત...
જતી સતિ ને સાબરમતી,ત્યાં થાશે શુરાના સંગ્રામ
કાયમરે ઘણી કાલીનગા ને તે દિ મારશે,નકલંગ ધરશે નામ
દેવાયત..
કાંકરિયા તળાવે તંબુ તાણશે,સો સો ગામની સિમ
રુડી રે દિશે રળિયામણી, હારે અર્જુન અને ભીમ
દેવાયત..
પચ્છમ રે દિશાથી સાહ્યબો આવશે,આવશે જુગનો જીવન
કળજુગ ઉથાપી સતજુગ સ્થાપશે, આવું બોલ્યા દેવાયત પંડિત
દેવાયત..
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻