સળગી રહ્યું છે મારી અંદર કંઈક,
જે બાળે છે પોતાની સાથે જગતને.
પ્રજવલ્લિત થઈ રહ્યું છે મારી અંદર કંઈક,
જે પ્રદીપ્ત કરે છે જાતની સાથે જગતને.
સળગું છું હું મારા અહંકારથી,
પ્રજવલ્લિત થાઉં છું હું મારા સ્વાભિમાનથી.
અભિમાન ને સ્વાભિમાન છે સગી બહેનો,
પરંતુ ધરાવે છે વિરોધાભાસ ગુણો.
હું જ એક શ્રેષ્ઠ તે મારો અહંકાર,
હું પણ શ્રેષ્ઠ તે મારો આત્મવિશ્વાસ.