મારી જિંદગીની કિતાબ નું ખૂબસૂરત પાનું છે તું;
મારા હૃદયની અલમારીનું મજબૂત ખાનું છે તું;
કહું સનમ, કહું દિલબર કે કહું તને હું મહેબૂબ,
પરંતુ, હું તો ફક્ત એટલુંજ કહું કે મારી જાનું છે તું;
કોલાહલ ભરેલી મારી જીંદગીમાં જે આપે છે શુકુન,
સુર તાલ સાથે લયબદ્ધ વાગતું એ એક ગાણું છે તું;
જીવનની સફરમાં જ્યારે ભટકતો'તો આમ તેમ,
ત્યારે, મનગમતું મને મળેલું એક ઠેકાણું છે તું;
નો'તો રહ્યો કોઇ રસ મને મારા જીવનમાં "વિએમ"
પણ, કિન્તુ, પરંતુ હવે મારા જીવવાનું બ્હાનું છે તું;
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)