Gujarati Quote in Poem by Bakul

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્રમ છે કુદરત નો એ
સાચું અને ખોટું શું...?
છે ચક્ર સમય નું આ
નીચે અને ઉપર શું...?

વહી જશે આ જીંદગાની
રાત્રી અને દિવસ શું...?
છે સમય ને આધીન આ
મિલન અને વિરહ શું...?

સંતાપ છે આ શાનો
ગુમાવ્યું અને પામ્યું શું...?
સ્થિતપ્રજ્ઞ છે ગીતા મા
સુખ શું અને દુઃખ છે શું...?

છે ભેદ આ નજરો નો
સાચું અને ખોટું શું...?
ઘટમાળ આ જગત ની
નફરત અને ઉલફત શું...?

મોસમ તો બદલવાની
ઠંડી અને ગરમી શું...?
વરસાદ નથી જોતો
ભીનું અને કોરું શું...?

પૂછો  કોઈ "બકુલ"  ને
આકાશ ને ધરતી શું...?
ભરતી છે આ ભીતર મા
રડવું અને હસવું શું...?

-બકુલ  ની કલમે ✍️
ગઝલ
11-02-2021
04.00

Gujarati Poem by Bakul : 111659187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now