*જેના વગર ના રહેવાય*
*મને હતું કે તેને શ્વાસ કહેવાય*
*પણ આજે ખબર પડી કે*
*તેને "દોસ્ત" કહેવાય.*
*જેને મનનો ભાર આપી*
*હળવું થઈ જવાય,*
*મને હતું કે તેને ઈશ્વર કહેવાય*
*પણ આજે ખબર પડી કે*
*તેને "દોસ્ત" કહેવાય.*
*આપણા સાદનો*
*જ્યારે પ્રતિસાદ મળે,*
*મને હતું કે તેને પડધો કહેવાય*
*પણ આજે ખબર પડી કે*
*તેને "દોસ્તી" કહેવાય.*
*ફક્ત એક કોલ કરીયે*
*ને આવી જાય*
*મને હતું કે તેને 108 કહેવાય*
*પણ આજે ખબર પડી કે*
*તેને "દોસ્ત" કહેવાય.*