*હરદમ હીરા હી હ્ર્દય મેં*
✍🏻 *દયાનંદ*
🧊🧊🧊🧊🧊🧊🧊
હરદમ હીરા હી હ્ર્દય મેં
ઝવેરી બીના કોણ પરખ કરે રે
પ્રેમને નેમ નિરંતર નિરખો
હરખે હરિરસ ઉર ધરે રે
નૈન સૈન સદગુરુ શરણ મેં
પુરણ પરમાનંદ ભરે રે...
શબ્દાતીત શબ્દ મેં દેખયા
દેખયા સબમે સબસે પરે રે
નેડા ( પ્રેમ ) દૂર કછુ નહીં જાકો
તાકો ત્રિભોવન તનમાં વરે રે...
ભાવરૂપ સતસંગ સુરસના
વિવેક વિચારે મતિ હંસ હરે રે
રાગ દ્વેષ કબુ નહીં હોવે
કાલ બચાવી દૂર ફરે રે...
સમજ્યા સોઈ ચિદાનંદ જાણે
જાણે નિરંતર નૈન ઠરે રે
'દાસ દયો' બ્રહ્મભાવ ભરોસે
આવા ગમનથી ડરે રે...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻