નક્કી હોય ને , ક્યાંયે પકકી હોય છે,
વાતો માં મન જો , જક્કી હોય છે.
ચાહત તો, વિસ્તારી છે ગજબ ની,
મન વૃત્તિ જ સકામી, ચકકી હોય છે.
જાગૃતિ માં ઝઘડા, ચાલે સ્વભાવિક,
સપનાં ક્યારેય ,જાદુઈ ઝપ્પી હોય છે.
આકર્ષણને વિકર્ષણ હોય છે જગ માં,
દિલને વાગે કોઈ, જો કે ટપ્પી હોય છે,
સદભાવો માં સમજ છે મનભાવન ત્યાં,
આનંદ મય જીવન, ત્યાં ચૂપ્પી હોય છે.
.
-મોહનભાઈ આનંદ