મારો એક સંદેશ અમુક છોકરીઓ માટે
એક વાત રાખજો ક્યારેય કોઈનો હાથ પકડો તો છોડતા નહિ અને છોડવો જ હોય તો એ માણસ પાસે ક્યારેય એના જીવનના અમુક વર્ષો ના લઇ લેતા એ તમારા પર ખૂબ જ વિશ્વાસ કરીને તમને પોતાની સમજે છે.જેની પાસે ઘણા ઓપશન્સ હોય છે તેને ફરક નથી પડતો પરંતુ જે તમને જ બધુ માને છે તમારા સિવાય કોઈ અન્ય વ્યક્તિ સાથે સબંધ નથી રાખતી અને તેને ફક્ત એક જ પળમાં તમે બાય કરીને ચાલ્યા જાવ છો શુ ત્યારે તમારી ખુમારી અને ખુદદારી વચ્ચે નથી આવતી? શુ ત્યારે આત્મસન્માન જતું રહે છે? નારી તું નારાયણી આ કહેવત સાચી જ છે પંરતુ દરેક છોકરી શુ તેનું પાલન કરે છે? હું તો આજકાલ જ્યાં હોઉં ત્યાં જોઉં છું કે મને છોડીને બીજા સાથે જતી રહી અરે મારી બહેન તારે જવું જ હતું તો આવી હતી શુ કામ? ક્યાંક ભૂલ છોકરાની માનીએ ચાલો કેમ કે એક જ વ્યક્તિ બધું ન કરી શકે બન્નેનો સરખો જ ભાગ રહેવાનો.અમુક સમયે તમને વ્યાજબી રિજન આપશે મારા મમ્મી પપ્પા માટે મારે બીજે લગ્ન કરવું પડશે, જો કરવાનું બીજે જ હતું તો હમણાં કેમ મમ્મી પપ્પા યાદ આવે છે? એ વ્યક્તિએ તમને ક્યાંક ને ક્યાંક કહ્યું જ હશે કે આ ખોટું છે અને ત્યારે તમારા મોઢામાંથી એ શબ્દો નીકળતા હતા કે કે હું ના જાણું મારા માટે મારા મમ્મી પપ્પા જેટલી જ વેલ્યુ અને સબંધ તારી સાથે છે.
હવે ક્યાં ગયો એ સબંધ??
કેમ આમ માણસને છોડીને જતા રહો છો? યાર તમારા ગયા પછી ક્યારેય એ વિચાર કર્યો છે તે કેવી રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે?
ના હવે તો તમને સમય પણ નહીં જ હોય છે ને યાદ કરવાનો બીજું કોઈક મળી જે ગયું છે ને તમને,જુઓ સીધી વાત કરીએ વધુ લાંબુ નથી કહેવું મને કોઈ વાંચશે પણ નહીં યાદ રાખો આજે ભલે તમે ગમે તેમ ખુશ થઈ લેશો કુદરત આગળ બધાના હિસાબ ચૂકતે કરીને અહીંયા જ જવાનું છે ગિલ્ટ રહેલું હશે એ ભલે મારી યાદ ન અપાવે પણ પોતાનું જમીર યાદ કરાવશે દિન રાત.
જે વ્યક્તિ સાથે દિવસ રાત વિતાવ્યો છે એટલિસ્ટ એની સાથે મિત્રતાનો સબંધ રાખીને તો એની સાથે રહો ભલે લગ્ન શક્ય નહોતા દોસ્તી થોડી અશક્ય હતી પણ જેના મનમાં અને દિલમાં જ ખોટ હતી એ પોતાના મા બાપના સંસ્કાર પણ ક્યાં સમજવાના હતા અને ત્યારે જ મને કહેવાનું મન થાય કે,
'સંસ્કાર વગરની'.
કોઈ પણ કોઈના માટે નથી રહી જતું પણ કોઈક માટે તમે રહી જશો અને વળતા આવશો દિલાસો લેવા પછી તો નહીં મળે કશુંય કેમ કે તમે જ પથર દિલ બનાવ્યો હશે એ સમયે મને બાકી તો કોમળ જ હોય છે જેને દિલ પર લાગી આવે છે અને તૂટી જાય છે એ માણસ.