શબ્દો ના ફૂલો વરસી ગયા ;
____________________
જીંદગી કિનારે બેઠો હતો ત્યારે લાગણી માં મોજા બહેકી ગયા,
લહેરો ઉથી એવી કે શબ્દો કિનારો તોડી ગયા
જીવન બાગ માં ખીલેલા ફૂલો પર મહેકતા શબ્દ બિંદુ ને પરાઢ નાં કિરણો પરોવી ગયા.
ઝાડ નીચે બેઠો હતો ને પાનખર નાં પાન ખરી ગયા,
શબ્દો બધા વીણતો હતો ત્યારે વસંત ની કુંપળ આપી ગયા
જીવનભર શબ્દો ના વહેણ તીક્ષ્ણ વહેતા રહ્યા,
મોત પછી મહેકતા ફૂલો નાં શબ્દો વરસી ગયા.
j