ગંગાસતી ની વાણી...૪૩
🪕🪕🪕🪕🪕🪕🪕
પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ ! પિયાલો આવ્યો છે તત્કાળ
વખત ગયા પછી પસ્તાવો થાશે પાનબાઈ ! અચાનક ખાશે તમને કાળ
પી લેવો...
ભાઈ રે !
જાણવી હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ ! નિકર જમીનમાં વસ્તુ જાશે
નખશીખ ગુરુજીએ હૃદયમાં ભરી તો આ,ઠાલવવા નું ઠેકાણું કે ' વાશે
પી લેવો...
ભાઈ રે !
આપ રે મૂઆ વિના અંત નહીં આવે પાનબાઈ ! ગુરુગમ વિના ગોથા મરને ખાય
ખોળામાં બેસાડી વસ્તુ તમને આપું,જેથી આપપણું તરત ગળી જાય
પી લેવો...
ભાઈ રે !
આ વખત આવ્યો છે તમારે ચેતવાનો પાનબાઈ ! માન મેલીને થાઓ હોંશિયાર
ગંગાસતી એમ બોલિયાં રે,હવે તમે હેતના બાંધો હથિયાર
પી લેવો...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻