એક સાથ એક રાહ માંગી લઉં;
તને જ તારા થી હું માંગી લઉં.
હશે તું બધાનો ઈશ્વર,
પણ મારા માટે તો, હું તને માંગી લઉં.
આ ભજનને, આ કીર્તનમાં જિંદગી વહી જાય,
હું તો તને હૈ!ઈશ્વર; એક હામટો માંગી લઉં.
કટકે કટકે મને ના ફાવે, તારી ભક્તિ, હૈ!ઈશ્વર;
હું તો એક જ શ્વાસ મા તને માંગી લઉં.
જીવન મારૂ તને સમરપ્રિત' રહે જિંદગીભર..
હૈ!ઇશ્વર;"સ્વયમભુ" હું એવું જીવન માંગી લઉં.
એક સાથ એક રાહ માંગી લઉં,
તને જ તારા થી હું માંગી લઉં.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"