કર્યા બધાંના કામ છતાં થયો છું નજર અંદાજ;
હર વક્ત પોતાનાએ જ કર્યો છે નજર અંદાજ;
ગરજ હોય તો ભાઈ-બાપલીયા કરે છે અહીં,
ને ગરજ પતતાં સૌએ કર્યો છે નજર અંદાજ;
પૈસો જેનો છે પરમેશ્વર ને જે છે પૈસાનો દાસ,
રંક માણસને એણે જ કર્યો છે નજર અંદાજ;
મતલબી આ દુનિયામાં હર કોઈ છે મતલબી,
સ્વાર્થ પૂરો થતાં સૌએ કર્યો છે નજર અંદાજ;
આમ તો હસતાં હસતાં જ બધુંજ હું સહું છું,
દુ:ખ ઘણું થયું છે જ્યારે કર્યો છે નજર અંદાજ;
સુખ દુઃખ તો આપે છે હરેક ને ઈશ્વર "વિએમ"
થોડા સુખ માટે'ય ભક્ત થયો છે નજર અંદાજ;
કરી હશે ઘણી ભૂલો મારી લખેલ હરેક કવનમાં,
મારી એ ભૂલોને પણ તમે કરશો નજર અંદાજ?
...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)