શબ્દો માં શોધો , હું નહીં મળું,
શેરિયત ભેળો ,કદી હું ય ભળું.
ગાજત વાજત , સામૈયું નીકળે,
જો જો વરઘોડા ના, નાચે મળું.
બે પડખામાં , ઘંટી ના કિલે જો,
છે પિસાતો જીવ, એને હું દળુ.
જીવન ઝરમર, શ્વાસ- વિશ્વાસે,
ભીતર બ્હાર હું, વચ્ચે સોહં રળુ,
આનંદ અનુભૂતિ, પામી લે ખૂદમાં,
વાનર જેવા મન , બુધ્ધિથી ચળુ.
-મોહનભાઈ આનંદ