ગરીબી , ગરીબ કોને કહેવું
1) એક મિત્ર, અમે ઓફિસમાં સાથે જ કામ કરીએ, વાતો પણ ચાલુ હતી, અચાનક મને કઈક નોંધવાનું યાદ આવ્યું, મારી પાસે પેન ન હતી, ને મારી નજર એના શર્ટના ખિસ્સામાં પડી, મેં એના ખિસ્સામાં ઝડપથી હાથ નાખી પેન કાઢી લીધી. એ મિત્ર એકદમ બેબાકળો થઈ ગયો....તેને ખબર છે કે પેન પરત મળી જ જવાની છે, તેમ છતાં 35 હજારનો પગારદાર એકદમ વિચલિત થઈ ગયો. પેનમાં જીવ ચોંટી ગયો હતો . એનાથી બોલી જવાયું, "મોંઘી છે યાર..."
2) એક ગર્ભ શ્રીમંત વ્યક્તિ કાર ખરીદે છે, અને કારની સાથે એટલા બધા લાગણીથી જોડાઈ જાય છે કે કારને કઈક નાનો સરખો પણ સ્ક્રેચ પડે તો એમના દિલમાં પણ ચીરો પડી જાય.... નુકસાન ન વેઠી શકે.
3) એક બીજા મિત્ર..હવે સારી જોબ અને સારી કટકી કર્યા પછી પૈસે ટકે સુખી થઈ ગયા છે પરંતુ મગજમાંથી ગરીબી કે આર્થિક નબળો ભૂતકાળ જતો નથી. જ્યારે મળે ત્યારે પોતાની આર્થિક સધ્ધરતા બતાવવા ઉતાવળા જ હોય...."સનને પચાસ હજાર પગાર છે, એના માટે નવો બંગલો બનાવ્યો વગેરે વગેરે. .."
4) ઘણા એવા મિત્રો જોયા છે કે tv પણ સાચવી સાચવી ને વાપરે, AC અડધી રાતે બંધ કરી દે, લાઇટબીલની બીકે....
મિત્રો આવા તો અનેક ઉદાહરણ જે વાસ્તવિક હોય તમે પણ અનુભવ્યા હશે.. IAS હોય, પગાર સારો, લાંચ લેવાની આદતથી 5 પેઢીનું ભેગું કરી લીધું હોય !! તો પણ સુધરતા ન હોય, આ શું ગરીબ માનસિકતા નથી?
5) ઘણા અબજોપતિ ફિલ્મ મેગાસ્ટાર તેલ , સાબુ વેચવા નીકળી પડે છે... અલ્યા ગરીબો, કોઈ નવા યંગસ્ટર્સને ચાન્સ આપો તો મોડેલિંગ કરી કઈ રળી શકે...મળતું હોય એટલે શું ખાધા જ કરવાનું!!
6) એવુ જાણવા મળ્યું છે કે પરદેશી અબજપતિઓ ભારતીય અબજપતિઓથી ખૂબ વધુ દાન કરે છે, અજીજ પ્રેમજી સિવાય!!
7) ધન ઉપાર્જન અને ધન સંચયમા પણ અકરાંતીયાપણું ન હોવું જોઈએ.
8 ) માનસિક ગરીબીનો એક જોક યાદ આવે છે કે વાગ્યા પર લગાડવાની દવા ઢોળાઈ ગઈ તો એ વેસ્ટ ન જાય માટે શેઠે આંગળી પર ચકકુ થી કાપો કર્યો, અને પછી એ દવાનો ઉપયોગ કરી લીધો.