શબ્દો કદીપણ ત્યાં ના ઉઠે,
દ્રષ્ટિ દ્રષ્ટા દ્રશ્યો, ક્યાં ખૂટે.
થઈને અવાક્ , ક્યાં જુએ છે,
શ્વાસો હરપળ ,ત્યાં જો લૂંટે,
બાંધી જ રહો છો ,તમે જાળું,
એક સાધે તો તેર ત્યાં જો તુટે.
વસમો કાળ છે, હવે પછી નો,
ધીરજ છોડી ત્હે,મન ત્યાં રુઠે.
પામે છે આનંદ ,ત્યાં સહજ માં,
તૃષ્ણા તરબોળ, હું ક્યાં વછૂટે.
-મોહનભાઈ આનંદ