ગંગાસતી ની વાણી...૪૪
🌿🌿🌿🌿🌿🌿🌿
હેઠાં ઉતરીને પાયે લાગ્યા ને,ઘણો કીધો છે ઉપકાર રે
અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી ને,લાગ્યો અકર્તા પુરુષમાં તાર રે
હેઠાં....
ભાઈ રે !
અખંડ,અમર, અવિનાશી,ભાળ્યા રે,વસ્તુ છે અગમ અપાર રે
દયા કરીને મુજને દર્શાવ્યા રે,અનામ એક નિરધાર રે
હેઠાં...
ભાઈ રે !
સમજીને વાસના સમાઈ ગઈ રે,અનુપમ છે એક અરૂપ રે
આતમાને ભિન્ન નવ જાણો ને,એ તો છે શુદ્ધ નિરંજન ભૂપ રે
હેઠાં....
ભાઈ રે !
સરવે ની સાથે મિત્રતા રાખજો રે,નહિ પ્રીતિ નહિ વેર રે
ગંગાસતી એમ બોલિયાં રે,એવું સમજીને કરવી લે'ર રે
હેઠાં...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻