ચંદ્ર ખીલ્યો સોળે કળાએ
હતી એ યાદગાર રાત
ચાંદની ઢોળાઈ રહી
એક રાત ની મુલાકાત....
રજનીગંધા મહેકી રહી
હવા ની ઠંડી લહેરો માં
શ્વાસ માં ભરી એ સુગંધ
એક રાત ની મુલાકાત...
હતો હાથ માં હાથ તારો
પ્રેમ નો મધુર સ્પર્શ એ
કદમ મિલાવી ચાલતા
એક રાત ની મુલાકાત...
પ્રેમ તરસ્યા પ્રેમીઓ
મળ્યા એકાંત ઓરડે
ડૂબી ગયા તા પ્રેમ માં
એક રાત ની મુલાકાત...
લાગણી ના ઘોડાપૂર માં
પ્રેમીઓ તણાઈ ગયા
ઓગળી ગયા એકમેક માં
એક રાત ની મુલાકાત...
એક રસ્તે ચાલતા
માર્ગ ના ફાંટા પડ્યા
થયાં જુદા સંઘરી ને યાદ
એક રાત ની મુલાકાત...
નથી ખબર કોઈને હવે
મિલન થાશે કે નહિ
કલ્પના વહે "બકુલ" માં
એક રાત ની મુલાકાત...
-બકુલ ની કલમે ✍️
ગઝલ
04-02-2021
07.30