Gujarati Quote in Motivational by પરમાર રોનક

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Story :
એક વારની આ વાત છે.લગભગ રાત ના 11 વાગ્યા હતા. એક વ્યક્તિ પોતાનું ઓફિસનું બધું કામ પૂરું કરીને  પોતાના ઘરે જાય છે.ઘરે આવી ને તેને જોયું કે તેનો 8 વર્ષનો છોકરી તેની રાહ જોતી હતી. જ્યારે તેની છોકરીને ખબર પડીકે તેના પપ્પા આવ્યા. ત્યારે તે તેના પપ્પા પાસે ગઈ અને એક પ્રશ્ન પૂછ્યો : 

હું તમને એક પ્રશ્ન પૂછું...?

ત્યારે તેના પપ્પાએ 'હા' પાડી. ત્યારે તે છોકરીએ પ્રશ્ન પૂછ્યો :

તમે એક કલાકમાં કેટલા પૈસા કમાવો છો ?

ત્યારે તેના પપ્પાએ તેને એક ડારો આપીઓ અને તે છોકરી રોતી - રોતી પોતાના રૂમમાં ચાલી ગઈ. થોડીવાર પછી તે વ્યક્તિ ને પોતાની ભૂલ સમજાણી અને તે તેણી છોકરી પાસે ગયો.તેને તેણી છોકરીને પૈસા આપીને કહ્યું કે :

હું એક કલાકમાં 100 રૂપિયા કમાવું છું પણ શા માટે તું મને પૂછુંશ ?

ત્યારે તે છોકરીએ કહ્યું કે :

મને 50 રૂપિયા દેજો ?

ત્યારે તેના પપ્પાએ  'હા' ને ₹50 અપીયા.તે પૈસા મળીને તે છોકરી ખુશ થઈ ગઈ અને તેને બીજા પૈસા કાઢીઆ જે તેની પાસે હતા . આ જોઈને તેનો પપ્પા બોલીઓ :

તારી પાસે પૈસા હતા તો તે મારી પાસે શા માટે માગીયા ?

તે છોકરી તેના પપ્પા પાસે આવી અને 100 રૂપિયા આપતા કહ્યું :

આ લ્યો ₹100 અને કાલે તમે મને તમારી એક કલાક આપી શકશો ? હું તમારી સાથે કાલ રાત જમવા માગું છું.

ત્યારે તેના પપ્પા ની આંખમાં આશુ આવી ગયા અને હા પાડી અને તેને બથ ભરી દીધી.

                  કામમાં એટલો સમય ન આપો કે તમારો સમય તમારા પરિવારને ખરીદવો પડે.

- Parmar Ronak

( storytime136.blogspot.com )

Gujarati Motivational by પરમાર રોનક : 111653630
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now