પ્રેમમાં પાગલ નહી,
વાદળ થાવું છે,
વાદળ થઇ તારાં પર અનાધાર વરસવું છે.
આવે જો તને ઉણી આંચ તો,
છત્રી રૂપી ઢાલ થાવું છે..
તારું જીવન મહેકતુ કરવાં,
મધમધતો બાગ થાવું છે મારે..
ઉભાં રહી ખડક સમાન તારી આગળ,
તોફાન આવતું તારી પાસે રોકવું છે..
ભરી હૃદય માં ભારોભાર લાગણીઓ માં તણાઈ,
તારા હૃદય માં સમાવું છે મારે..
-D S Dipu શબ્દો નો સાથ