ક્ષણ છોડી ને ,
સદી માં શોધું છું!
ખોવાયેલી નાવ ,
નદીમાં શોધું છું !!
છે બધું, છતાં કેમ,
ખૂટે છે કશુ ?
સુખના કારણો,
અતીતમાં શોધું છું !!
સમાયું બધુંએ ,
શૂન્યમાં જાણું છું!
તોય જુઓ બધું ,
અતિમાં શોધું છું !!
ભટક્યા કરે છે મન
આદતોને વશ !
તેનાં બહાના
સપ્તપદીમાં શોધું છું !!
હશે ચોક્કસ કારણો
મારા જ છતાં !
કારણો વિફળતા
નિયતિમાં શોધું છું !!
થવાય જો સ્થિર
તો તે સહજ મળે !
ટેવ, વશ, લક્ષ્ય
હું ગતિમાં શોધું છું !!
હાં કેટલો સ્વાર્થી છું
હું પણ જુઓને !
ઈશ્વરને પણ હું ,આપત્તિમાં શોધું છું
#ANANDVSAMANI 🙏🌹