મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને..
મળે નહીં વારંવાર,
ભાઈ તું ભજી લેને કિરતાર...
જુઠી માયા જુઠી કાયા જુઠો કુટુંબ પરિવાર,
રાજા ભરથરી અને રે ગોપીચંદ છોડી ગયા ઘરબાર...
ભાઈ તું
કામ, ક્રોધ, લોભ, મોહમાં જ્ઞાને નથી જુઓ સાર,
આ અવસર જો ચૂકી ગયા તો ખાશો યમના માર...
ભાઈ તું
લાખો ગયા ને તું પણ જવાનો મૂરખ મનમાં વિચાર,
સાચું કહું છતાં જૂઠું માને તો મુઆ કુટુંબને સંભાર...
ભાઈ તું
સંત ચરણ સદ્ગુરુની સેવા સજ્જનનો શણગાર,
દાસ સતાર કહે કરજોડી હરિ ભજી ઉતરો પાર...
ભાઈ તું