" વાર નથી લાગતી "
સમયને બદલાતા વાર નથી લાગતી,
રાજાને રંક થતા વાર નથી લાગતી.
રાગ દ્રેષ છોડી પ્રેમથી જીવી લ્યો તમે,
મૃત્યુને આવતા વાર નથી લાગતી.
કરો સર્વ લોકમાનસ ની મંગલ કામના તમે,
દુરાગ્રહ ને મનમાં ઘરે કરતા વાર નથી લાગતી.
બાળ સહજ સ્વભાવે મોજ મસ્તી જીવી લ્યો તમે,
જિંદગીભર પાસ્તાશો, બાળપણ જતા વાર નથી લાગતી.
મળી છે યુવાની નામ દામ નેં ઠામ કમાઈ લ્યો તમે,
આ ઉર ઉમંગ ભરી જુવાની જતા વાર નથી લાગતી.
કરી લ્યો ઈશ્વરનું નામ સ્મરણ ભજન અત્યારે તમે,
ઘડપણ આવશે ઢુકળૂ યુવાની જતા વાર નથી લાગતી.
✍️મનિષ કુમાર "મિત્ર" 🙏