આંખોમાંથી ટપકતા આંસુઓ ટપકતાં ટપકતાં પુછે જવાબદાર કોણ છે ....
હૈયું મહેફિલમાં હસતા હસતા ઓચિંતું રડી પડે અને પૂછે જવાબદાર કોણ છે....
જેની દુરતાથી જ તમે ડરી જાઉં છો, એ આગને અમે હાથમાં લઈ રુવાડે રુવાડે ઘસી છે ,
દાજતા શરીરના ડામે ઉજાગર થઈ પૂછ્યું જવાબદાર કોણ છે...
અમે તો ક્યાં હતા અમિના જ તરસ્યા પણ અમને તો નસીબે ઝેર'ય ના જડ્યું,ને તમે અમીપાન કરતા કરતા પૂછો છો જવાબદાર કોણ છે...
કહેતી વેળાએ જે કહેવું હતું એ ના કહી શક્યા અને કલમ લઈ કાગળ પર તૂટી પડ્યા તો કલમ પૂછે છે જવાબદાર કોણ છે...
પાંદડું ખરે, તણખલું સુકાય કે માણસ મરે ..તારે માટે તો બધું જ સરખું છે હે ઈશ્વર તું જ બતાવ જવાબદાર કોણ છે..
મને તો બસ એક હવે તારો જ ભરોસો, નાસીપાસ થઈ હાથની રેખાઓ જોઉં છું અને તને જ પૂછું છું જવાબદાર કોણ છે...
-ભાવેશસિંહ