ઠંડી આ રાતોમાં યાદોનું હું કવચ બની આવીશ જોજે
ને સુકાયેલી તારી આંખોના દરિયા માં હું પુર લાવીશ જોજે
લઈને આવીશ વાતો નું વાવાઝોડું તારી પાસે
ને તારા મૌન ને હું ઝંઝોળી નાખીશ જોજે
પવન બની સ્પર્શ્યા કરીશ ઘડી ઘડી તારા તન ને
મારો ચહેરો તારી નજરો સમક્ષ લાવીશ તું જોજે
અને તારા કદમો સાથે મારા પણ ડગ ભરાશે
થોડું પાછળ ફરી પગલાં નાં નિશાનો તું જોજે
પ્રણય મારો તારા ગયા પછી પણ રહેશે
મારી કબર પણ નામ તારું લેશે તું જોજે
-Indra Parmar