*શીર્ષક:-*ઝાંઝરીનો અવાજ
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
*વાર્તા*
મારી સાથે કામ કરતી મોનાએ ભૂતનો અનુભવ કહ્યો," રાત્રે ઝાંઝરીનો અવાજ સંભળાતાં જ હું જોવા નીકળી તો પાનેતર પહેરેલી યુવતી, પાસે ગઈ તો સફેદ ઘોડાવાળી ઘોડાગાડીમાં યુવતીએ મને ખેંચી લીધી.ચાલક વગર ઘોડાગાડી ઉડવા માંડી, યુવતી ગાયબ.ચીસ પાડવા ગઈ પણ અવાજ ન નીકળે.
ઘોર અંધકાર,વાદળોનો ગડગડાટ.શહેરથી દૂર જતાં જ રસ્તામાં આમલીના ઝાડ પર ભૂત જોયું.ભયંકર અટ્ટહાસ્ય કરતાં ઉંધા લટકતા ભૂત,કોઈનું લોહી નિતરતું માથું,તો કોઇનું એકલું ધડ. પગ વગરના એક ભૂતે લોહી નિતરતી લાંબી જીભ વડે મને ખેંચવાની કોશિષ કરી.કેટલું બિહામણું!
એટલામાં જ ઘોડાગાડી ચોરમલાના ઝાડ આગળ ઉભી રહી.થડનાં પોલાણમાં કેટલીક ચૂડેલ પીઠ વગરની ઉભેલી, ડોકું ફેરવ્યું તો મોં પીઠ પર આવી ગયું, આંખો ગાલ પર લટકે.હું તો થરથર ધ્રુજું.
ત્યાં જ પેલી યુવતી આવી ચીઠ્ઠી આપી કહ્યું," પોલીસને આપી ચોરમલાના ઝાડની બાજુમાં ખોદાવજે."
પોલીસે ખોદકામ કરતાં પાનેતર પહેરેલી યુવતીની લાશ મળી.ચીઠ્ઠીના આધારે ખૂનીની ધરપકડ કરી સજા કરતાં જ યુવતી આવી મને કહે," લે આ ઝાંઝરી રાખ, ડરવાની જરૂર નથી, તેં મને મુક્તિ અપાવી છે,તને કોઈ હેરાન નહીં કરશે."
*© લેખિકા :-*વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૧૮-૧-૨૦૨૧
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️