મન હોય ત્યાં,જુઓને માંગણી છે,
ઈશ્વરના પ્રતિ જુઓને લાગણી છે.
કર્મો તણી,અહીં જો વાવણી છે,
પ્રારબ્ધ ની ,પછીથી કાપણી છે
જોને ગરજ ,બિચારી બાપડી છે,
પીઠ ને જો, બરાબર થાબડી છે.
ઈચ્છા મહીં ઝૂરે છે ઘેલો ત્યાં જો,
વળગી છે જાણે , કોઈ ઝાંપડી છે.
રત્નો તણી જો , ભીતર દાબડી છે.
આનંદ જો ગજબ ,ત્યાં માપણી છે
-મોહનભાઈ આનંદ