જિંદગી બદલી શકાય છે જો સરળતાથી જીવવું હોય તો
જિંદગી બદલી શકાય છે જો સમય ના વહેણને સંગાથે જવું હોય તો
જિંદગી બદલી શકાય છે જો ખૂબસૂરત જીવન માણવું હોય તો
જિંદગી બદલી શકાય છે જો સંબંધો નો ગરમાહટ જોઈતો હોય તો
જિંદગી બદલી શકાય છે જો પ્રેમભરી ઉષ્માના હીંચકે હીંચકવું હોય તો
જિંદગી બદલી શકાય છે જો રડતા ને હસતાં કરવા હોય તો
જિંદગી બદલી શકાય છે જો સફળતા ની ટોચે પહોંચવું હોય તો
જિંદગી બદલી શકાય છે જો ગડમથલ માં સલાહનું પાન કર્યું હોય તો
જિંદગી બદલી શકાય છે જો દરેક પરિસ્થિતિ ને સહજતાથી સ્વીકારી હોય તો
-Shree...Ripal Vyas